આંખ સામું હંમેશ એકાંત રહેતું હતું,
રહી રહી ને તે અંદર સળવળતું હતું.
પ્રવેશી ગયું દિલ માં ખાલી ભાળી ને,
તે અંધારું પલે પલે ભભકતું હતું.
દિશા તો જરાક પણ ન દેખાતી હતી,
પણ સાચા પ્રેમ નું કિરણ ચમકતું હતું.
વલખા મર્યા કરે મન કોઈ ને મળવા,
મારી આદત થી કોઈ ન મળતું હતું.
એકાંત સદા એકાંત જ રહેવાનો હતો,
"રાગ" આશા થી ભીતર દમકતું હતું.
...ચિરાગ બી. દેવગાણિયા "રાગ"
No comments:
Post a Comment