અમલદારી જમાવવાનો સમય ચાલે,
સદાચારી ગણાવાનો સમય ચાલે.
જમાનાના બદલતા તૌર માં આજે,
અદાકારી બતાવાનો સમય ચાલે.
પડે ખોટા બધા દાવા ખરે ટાણે,
વચન તોડી બનાવાનો સમય ચાલે.
સદા મતભેદ ખદબદતા વિચારો માં,
સમાધાને નભાવાનો સમય ચાલે.
ભલો સંજોગ સાધીને જવા આગળ,
સમય સાધી બતાવાનો સમય ચાલે.
હયાતીમાં રહી વેરી મરણ પાછળ,
છબી ભીંતે મઢાવાનો સમય ચાલે.
વિધા ભુલી જનારાને ફરી માસૂમ,
સબક પાકા પઢાવાનો સમય ચાલે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment