ઝળહળ દિવો થઈએ
ડૉ. ભાવેશ જેતપરિયા
ચાલો, આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ
અડખે પડખે અંધારાને છેટા કરતા જઈઅે
ગઢ ગાંગરતા તોર મોરને કલરવ મેના કાળી
ચારે કોરે ચકરાવા લેતી વરવી વરતી ભાળી
અમથું ખડભડ અમથું ભડભડ મુકી દઈએ
ચાલો, આપણે ઝળહળ જળહળ દિવો થઈએ..
મલોખાને ખડકી દીધા હોડી હાકણ વાયુ
પરપોટામાં આયુ હરપર નીજ ઘરે ના ઠરતું
દશદિશાની રંગત સંગત મન ચકરમાં ફરતું
ખાલી ખોખે ખેલ તમાસો કરી કરી ના વહીએ
ચાલો,આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ..
પાંચપચીસને સાંધીબાંધી પૂરા શૂરા થઈએ
પરમપડખે સાવ લગોલગને છલોછલ બેસીજઈએ
તરવેણીના તીરે તાલી દેતા મ્હેકી ગ્હેકી જઈએ
ચકમક ચાવી સાથે લેતા તાળું ખોલી દઈએ
ચાલો, આપણે ઝળહઝ ઝળહળ દિવો થઈએ..
No comments:
Post a Comment