Friday, 28 October 2016

ગીત

મા

માડી તારા પાલવડા ની કોર,
         માથે મારા ફરતી હતી;
તારા હેતભર્યા હાથો નો દોર,
        વ્હાલ મીઠું  કરતી હતી.

માડી કાલા ઘેલુડા મારા વેણ,
        હારો હાર બોલતી હતી;
તારા મીઠા હાલરડાં કેરી દેણ,
        નીંદર કેવી આવતી હતી.

માડી તારા કાળજ કેરા કોડ,
        પુરા બધા કરતી હતી;
તારી અમી આંખલડી ની ખોજ ,
        વ્હાલ વરસાવતી હતી.

માડી તારી આંગળીયુ કેરો નેહ,
        ગાલ પર ફેરતી હતી;
તારા ખોળે બેસાડી પછી રોજ
         ખંતે ખવડાવતી હતી.

માડી "પાર્થ"તણા રુદિયાની માય,
         એ યાદ તારી આવતી રહી;
તારા ભણકારા વાગે મને રોજ ,
         આ આંખ મારી રડતી રહી.

  .....પાર્થ ખાચર

No comments:

Post a Comment