Sunday, 12 April 2020

ગઝલ

માર્ગ છે, થા પસાર આજે,
માર  ખુદમાં  લટાર આજે.

તું  જ  છે ધારદાર આજે,
દૂર  ફેંકી  દે  કટાર આજે.

સર્વ  ચાદર હટાવ કાળી,
જો પડી છે સવાર આજે.

ગોળ પૃથ્વી જ છે અંતે,
છે પુરાવા હજાર આજે.

લાશ  છે તે કદી ન બોલે,
તું ય કરી લે પ્રહાર આજે.

આ જખમ તો ઘણા જુના છે,
કર  નહીં  સારવાર આજે.

ભીંત  અાડી  ભલે તે રાખે,
નીકળી જા આરપાર આજે.
                     -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment