પ્રાર્થના !
હે પ્રભુ દયાનિધિ ,સૌનું મંગળ કરનારા !
દુઃખ -દર્દ-વેદના- કષ્ટ માનવીના હરનારા !
ત્રાહિમામ -ત્રાહિમામ પોકાર સાંભળી લો,
જગતના ત્રસ્ત લોકોની પકડી આંગળી લો.
હે વિધાતા ,સકલ વિશ્વની ઝોળી ભરનારા !
દુઃખ-દર્દ-વેદના -કષ્ટ માનવીના હરનારા !
અમારા કર્મોના ફળનો હિસાબ પછી કરજો,
નિરાંતે એની સુનાવણી ,પ્રભુ હાથ ધરજો.
ત્રણે બ્રહ્માંડમાં હે અવિનાશી વિચરનારા !
દુઃખ-દર્દ-વેદના-કષ્ટ માનવીના હરનારા !
માનવી -માનવ નથી થઈ શકયા અમે,
ક્ષમા કરજો હે આંનદદાતા , અમને તમે.
'કાન્ત'ની લેખિનીમાં,શારદા રૂપે વસનારા !
દુઃખ-દર્દ-વેદના-કષ્ટ માનવીના હરનારા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment