Sunday, 12 April 2020

ગઝલ

નજર લાગી કુદરતના સુંદર નજારે,
ખુશીથી શું ભાગ્યો હું ઊભી બજારે!

ભલે ફૂલ મલકે, ખુશી એની છલકે,
ચડે દેવ માથે, ચડે એ મજારે.

જ્યાં તે આવકારે મજાની સુગંધે,
ત્યાં મધમાખની થાય છે આવ-જા રે.

સજાવટ કરે એકલા-એકલા તે,
ને માથે ધરે પાંદડાંની ધજા રે.

રહેવું પડે દૂર એનાથી 'સાગર',
કદી' આપતો નહિ તું એવી સજા રે.

- 'સાગર' રામોલિયા

No comments:

Post a Comment