Sunday, 12 April 2020

ગઝલ

જરાક્ જાગવાના  પ્રયત્નો  કરો !
સહજ  જીવવાના  પ્રયત્નો  કરો !

તમે   પોતે  પોતાનો  પ્રસ્તાવ  છો
મુખોમુખ  થવાના   પ્રયત્નો  કરો !

કહો કાનમાં અથવા  ઊંચા સ્વરે
કશુંક   બોલવાના  પ્રયત્નો   કરો !

આ પથ્થરને તોડી શક્યા છો તમે
તો  જળ  તોડવાના  પ્રયત્નો કરો !

તમે  ધારો  કે, એક  આકાશ  છો
જરા   ખૂલવાના   પ્રયત્નો   કરો !

પ્રયત્નો  કરો   સ્વપ્ન   સાચું  પડે
સહેજ  ઊંઘવાના  પ્રયત્નો  કરો !

_ભરત ભટ્ટ_

No comments:

Post a Comment