'સંજય થવા લાગે' (ગઝલ)
બધીયે વાતથી ગાયબ, પછી વિસ્મય થવા લાગે,
કશામાં રસ પડે નહિ, જ્યાં તમારી વય થવા લાગે!
બધા સંબંધ સારા, દૂરથી તો લાગશે તમને!
જરા પાસે જશો, ત્યારે ખરો પરિચય થવા લાગે!
છે તારી વાંસળી કે જાદુની કોઈ છડી છે એ?
તું જેવો સૂર છેડે, મારું મન તન્મય થવા લાગે!
ઘણી વેળા દિવસ આખો હું અવઢવમાં ગુજારું છું!
તું મારી સાથે હો, આસાન સૌ નિર્ણય થવા લાગે!
કશો પણ માર્ગ દેખાતો ન હો ચારે તરફ જ્યારે,
બને એવું, ભીતરની દ્રષ્ટિ ત્યાં સંજય થવા લાગે!
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment