લગાગા ૪ -
કદી ડૂબતી હો જો નૈયા કિનારે,
કરી દે તું નૈયા પ્રભુને સહારે.
છલોછલ છલકતો હો વિશ્વાસ જેનો,
પ્રભુ આવી ઊભા રહે છે વહારે.
પ્રભુ નાં સ્મરણની ધૂણી જે ધખાવે,
એ ભક્તોને ક્યાં થી પ્રભુ જી વિસારે?
પછી થી તું ખુદની ન રાખીશ ચીંતા,
પછી એને માથે જ ચીંતા વધારે.
સો મણનો ભલેને શીરે તારે પથ્થર,
તરી જાય પથ્થર ભલે હોય ભારે.
અંજના ગાંધી "મૌનું"
વડોદરા
No comments:
Post a Comment