Sunday, 12 April 2020

ગઝલ

*🌹ગઝલ🌹*

*(લગાગા×4)*

*ચડી જાઉં છું જ્યારે તારા વિચારે,*
*નથી હોતી નિસબત દુનિયાથી મારે.*

*દવા સ્મિત વગર આપતાં હોય ત્યારે,*
*ઘણાં ડૉક્ટરો સામી પીડા વધારે.*

*રહું એટલે મૌલવીઓથી આઘો,*
*શ્વસું છું ખુદાના ઇશારે ઇશારે.*

*હસી પણ શકીએ રડી પણ શકીએ,*
*થશે જિંદગી કમ ગમે તે પ્રકારે.*

*લખાયું હશે મોત મઝધારે મારું,*
*નથી લાગતો જીવ મારો કિનારે.*

*બધાં ચોપડે છે અમીરોને માખણ,*
*ગરીબોને તો ભાયડા આવકારે.*

*કઈ રીતે 'ઉત્સવ' ટક્યો છે હજીયે,*
*નહીંતર બધાં નીકળ્યાં છે શિકારે.*

*~યોગેશ સામાણી 'ઉત્સવ', પોરબંદર.*

No comments:

Post a Comment