Friday, 28 October 2016

ગઝલ

तरही छंद
लगागा लगागा लगागा लगागा

હૃદયમાં મદીરા બની ઉતરે છે.
પછી એ નશો થઇ નયનમાં ચઢે છે.

કદમ સાચવીને કદમ પર જે ચાલે,
છતાં પણ પ્રણય પંથે લથડી પડે છે.

તણખલાંના જોરે તરી પણ હું કાઢું,
કયો લાગણીને સહારો ફળે છે.

દહન દેહનું આંતરિક ફક્ત કરવા,
વગર અગ્નિ મનમાં ને મનમાં બળે છે.

તું સર્જકને ના શોધ મહોબત ગલીમાં,
ગઝલના એ મયખાને જોવા મળે છે.

-ગૌતમ પરમાર "સર્જક"

No comments:

Post a Comment