Tuesday, 1 November 2016

ગઝ

'લૂક' જોઇને 'લાઈક', ને મસ્ત કોમેન્ટ મળે,
ફેસબુકે 'ફેસ' સારો, તો સૌ કો' તૂટી પડે !

'હેક' કરે, ટેગ કરે, 'કોપી' કરે, 'બ્લોક' કરે,
લખ્ખણ ઢાંક્યા ન રહે, લાખ વાનાં છો કરે !

કોઈ ચહેરો નકલી, એવો ક્યાંક ઝળહળે,
સૌ ભરે એને સલામો, અસલી ઝૂર્યા કરે !

આ સારો ને આ નઠારો, ચડસાચડસી ચાલે,
સ્નાનસૂતક નહીં ને, ચાલુ ગાડીએ ચડે !

મળે ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, હાફ ગર્લફ્રેન્ડ અહીં,
કોઈ મળે એવુંય કે, જિંદગી એમાં જડે !

- મગન 'મંગલપંથી'

No comments:

Post a Comment