Tuesday, 1 November 2016

ગઝલ

જગાવીને નિગાહોમાં નવા અરમાન રાખે છે,
જફાઓ આચરી લેતી કળા ઇન્સાન રાખે છે.

ભરમ કળવા નથી દેતા નજર પઢવા નથી દેતા,
બચાવીને જમાનાથી ભરમનું ભાન રાખે છે.

અમલ નૌખા કરી જાણે ચલન ખોટા કરી જાણે,
સદીનો રંગ પામીને સદીનું માન રાખે છે.

નજર ને મોહતો લીલો પ્રક્રૃતિ રંગ છલકાતો,
નશો આંખે ચડાવીને અમલ આસાન રાખે છે.

બનાવીને સનમ નૌખા ચલાવીનેનિયમ નૌખા,
સહારો પામવાની ઘેલછા નાદાન રાખે છે.

ઘણું ચાહો છતાં મનથી ફગાવી ના  શકો બંધન,
વરીને લાગણી મનથી મળેલી જાન રાખે છે.

સમય ની ચાલ પરખી ને વધો આગળ હવે.માસૂમ,
ફરજથી કેટલું ઓછું કરમ નું જ્ઞાન રાખે છે.

                  માસૂમ મોડાસવી

No comments:

Post a Comment