સમાંતરે
બે વિરુદ્ધ કિનારા વચ્ચે
કસ્તી બની ને ઊભેલી હું
મધ્યાતંરે સમાંતરે ઊભેલી
છું. ......
કિનારે આવેલ મોજાં મને
અતી આલિંગન આપે.....
કોને તરછોડું અને કોને પ્રેમ
કરું
મધ્યામધ્યાંતરે ઊભેલી હું
સમાંતરે જીવું છું હું.
ઘુઘવતા દરિયાનું મૌન મે
દિલ માં સમાવી દઇ અંતરના
ઉંડાણ મા સમાવી દીધું છે. ...
યોગી ને અકળાવનારુ મૌન
વચ્ચે આ તપસ્વીનીનું ભારેલું મૌન....
મધ્યાંતરે ઊભેલી હું. ..
સમાંતરે જીવું છું. ...
મીના માંગરોલિયા
No comments:
Post a Comment