Tuesday, 1 November 2016

ગઝલ

*તો માનુ*

*ભેદી જો રાતે અંધારું,*
*ભો રે સુરજ થા તો માનુ.*

*થઈ આમ જ રઝળે બેકાબુ,*
*થોભી જો દિલ માં તો માનુ.*

*મેલું ઘેલું હો તન કઃદરૂપુ,*
*ભીતરે અજવાળે તો માનુ.*

*કડવા વેણે બગડે જાણું,*
*મૌન બની જુએ તો માનુ.*

*આખર તો છે ચિર સુવાનું,*
*પોઢી ને જીવે તો માનુ..*

*ધૂપસળી સમ સળગી સ્વયંભું,*
*ફેલાવે ફોરમ તો માનુ..*
      
નીતિન મહેતા

No comments:

Post a Comment