વિશ્ર્વમાં માંરૂ મને કદ, નાનુ મળશે તો ગમશે
સાચવીને રાખવાનુ, ખાનુ મળશે તો ગમશે
રાત આવી અંધકારે, યાદ લાવી પ્રેમ ની
જો સવારે ઊગતો આ, ભાનુ મળશે તો ગમશે
સાથ માંરો જે ગયા છે, છોડતા છોડી હવે
એ વિરહનું તો દર્દ પણ, છાનુ મળશે તો ગમશે
જીંદગી મારી રમત છે, ને શરત પણ એટલી
ખેલ માં સર એવુ ભારે, પાનુ મળશે તો ગમશે
કેટલાયે કાળ થી "ઇશ",આંખ તરસી છે ભલા
આજ આંખે તારુ શમણું, ભીનુ મળશે તો ગમશે
ઇશ
સતીષ નાકરાણી
No comments:
Post a Comment