Tuesday, 1 November 2016

ગીત

રંગરેખાનાં ચિત્રપૃષ્ઠો હૃદયેચ્છાએ પ્રગટાવું છું,
રાજીપાથી સાક્ષીભાવે સૌંદર્યને છલકાવું છું.

શબ્દપુષ્પે ઉન્મેષ લઈ અંતતોગત્વા બોલું છું,
સ્વપ્ન સન્નિધિ તોડી તેજશટરને ખોલું છું.

જ્ઞાન,પ્રકાશ ઉત્સવ ટાણે આંગણિયું પોંખાવું છું,
ફટાકડાની ધુમ્રસેરોથી ગગનને ગજાવું છું.

શાલ મુબારક,નૂતન વર્ષે દિલને હું છલકાવું છું,
પ્રેમસમંદરમાં દીપાખ્ય જ્યોતિને પ્રગટાવું છું.

દીપ જ્યોતિ ઓચ્છવનું દાયિત્વ હું નિભાવું છું,
રંગોળીમાં સપ્તરંગી મેઘધનુને મહેકાવું છું.

કકળાટ,કપટ,અસત્ય,અજ્ઞાન કાઢીને બતાવું છે.
અંધારી જિંદગીની વાટે ઓજસને પથરાવું છું.

જ્ઞાન,ધન,ધર્મ,સત્ય,ગૃહલક્ષ્મીને અર્ચાવું છું.
"અઝીઝ" કાટાયેલા જૂના મિજાગરા ખોલાવું છું.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment