Tuesday, 1 November 2016

અછાંદસ

ક્યારે હતી
આટલી સ્તબ્ધતા?
અસ્તિત્વને જણાવ્યા વિના
આ વેદના ક્યાંથી લીંપાઇ?
એકલતાના પડછાયાનો વ્યાપ તો વધે,
પણ
તારા સુધી તો ન જ પહોચી શકે!
ડૂમો
વ્યક્ત કરવા જાઉં
ત્યારે
સમય અટકી જાય તો ?

~કુણાલ દામોદ્રા

No comments:

Post a Comment