Tuesday, 1 November 2016

અછાંદસ

મૂંઢમાર
"""""""""""""
આંખો વિસ્ફારીત
કાન બધિર
હાથ પગ સૂન્ન
બુદ્ધિ ભ્રમિત
ઊંઘના અબોલા
જીવનો મુંજારો
મનનો વલવલાટ
તથ્યનો અસ્વિકાર
તનનું તૂટવું
આનંદનું અવસાદમાં રૂપાંતર
ને
અવાચક
અનિમેષ
અનિયંત્રીત
શારીરિક ચેષ્ટાઓ.
લાગે છે
કોઈની
નજરનો
ખાધો હો
મૂંઢમાર! ?

----Rasik Dave
    

No comments:

Post a Comment