Monday, 21 November 2016

ગઝલ

.  
દિલે તારા વસાવી દે,
મને તારો બનાવી દે.

ખુશીથી જીવવા માટે,
હતાશા તું હટાવી દે.

સમય પર કામ આવું,
મને જલ્દી વટાવી દે.

શરમ તારી જશે તૂટી,
નજર થોડી મિલાવી દે.

સુકાયું આશનું ઝરણું ,
હવે આવી વહાવી દે.

હજી દિલ સાવ કોરું છે,
પ્રણય આવી જતાવી દે.

"નિરાશે" એટલું માગ્યું,
"રતન' હાથે લખાવી દે.

       અલગોતર રતન "નિરાશ"

No comments:

Post a Comment