સુપ્રભાત મિત્રો,
.
સવાર કે બપોરમાં
સ્મરું છું હર પહોરમાં
દિવાનગીનો દાખલો
શશાંકને ચકોરમાં
કપાય તો લૂટે બધા
ચગે પતંગ દોરમાં
જીવન ઉધાર, ઓ ધરા !
પરત કરીશ ઘોરમાં
ભૂલો પડું છું ચાલુ જ્યાં,
સહેજ પણ હું જોરમાં
સિકલ હવે ફસાય છે
સમય તણા નહોરમાં
ગઝલ કહે નહિ બધું
સમજ જરા ટકોરમાં
દિમાગ આંખને નથી
નજર નજરથી ચોર મા.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment