ક્ષણ રાહ જુએ....
મિલનની ઘડિઓનો વિરહ કેટલો??
આ અવાવરુ હદયમાં
તારાં આવવાથી કંઈક..
સુકાયેલા ઝાડ-પાન ફરી ધબકતા થયા.
અટકેલા શ્વાસ ફરી ચાલતાં થયાં..
અમંગળ વિચારોનાં ઝાંખરામાં,
તીક્ષ્ણ શૂળનાં ઝૂંડમાં..
એક મખમલ શી પથારી ને
મંત્રમુગ્ધ શી સોડ મળી.
સાક્ષી પૂરે છે,,,
આ રસ્તા,
કોરાણે અડીંગો જમાવીને ઊભેલા
તરહ તરહનાં પાંદડાં..
તારાં પગે ચૂમેલા એક એક કાંકરા,
ને જે શીલા પર હાથમાં હાથ નાખી બેઠેલાં એ પરથાળ..
આજ હું તારી રાહ જોઉં છું,,
હુ એકલી શું કામ????
તારી રાહમા..
અચાનક આ વૃક્ષો જાણે
કૉમા માં સરી પડ્યા છે...
પર્ણનો લીલેરો રંગ વિરહમાં પીળો થયો છે..
તોફાની ઝરણાં એકાએક શાંત થયાં,
માનો કે
એના શ્વાસ થંભી ગયા.
હદયની વસંત પાનખર તરફ વળી રહી છે.
આ જોઈને પ્રેમી બનેલાં પંખી,
ડાળ ડાળ ફરે છે...
આ પરથાળ પણ મુરઝાઈ..
એક એક ક્ષણ તારાં જ આગમનની રાહમાં,
બધું જ પ્રલય તરફ વળી રહ્યુ છે...
એક વાર કહે??
કયારે આવીશ??
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment