Monday, 21 November 2016

गझल

ગઝલ :- તારા પ્રતાપે છે.
----------------------------------------
છંદ  : -  લગાગાગા 4
-----------------------------------

દશા દેખાવથી મારી જગતના લોક માપે છે.
ખરેખર આ દશા મારી ભલા તારા પ્રતાપે છે.

ખરેખર પ્રેમ ને જોવા ,જુઓ દિલની ગહનતાને,
જમાનો પ્રેમને મારા,લંબાઇમાં શું માપે છે.

નથી કરવી જગતને, વાત મારા પ્રેમની એકે,
છતાં પણ વાત મારી ચોપડે,ચોકે ને છાપે છે.

ગઝલ લખવી કે કોઇ ગીત ગાવું,એકલા રડવું,
જમાનાને કહો કે પ્રેમના એ જાપ જાપે છે.

ઘણે વખતે મળ્યાં તો આંખમાં આ ફૂલ  સર્જાયા,
આંસુઓ લાગણી થઇ  સુખ કે દુ:ખ કેમ આપે છે.

આ નાહક પ્રેમની મંજિલ ઘણી લાંબી જગત માને,
'ધમલ'મારો ખુદા એ કાપશે, સાચે જ કાપે છે.

                --  દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment