Sunday, 6 November 2016

અછાંદસ

!~!કવિતા ની પંક્તિ !~!

મારી કવિતા ની પંક્તિ ભૂલી પડી
બાવરી બની હું ,ક્યાં શોધું એને
ક્યાં ખોવાઈ ?કોઈ શોધો એને
સંગ સંગ પડછાયો બની રહેતી હતી એ
એના વગર ની મારી ઠાલી જિંદગી
મારી આશા નું કિરણ હતી એ
સાવ ધૂંધળી ,ક્ષણજીવી મારી જિંદગી
ખરેખર મારા  જીવવાનું કારણ હતી એ
એના લીધે થઈ મારી ખુશી ભરી જિંદગી
ઉમ્મીદ ની ઊંચી ઉડાન હતી એ
યાદોના સંભારણાની પંક્તિ એ
નિજ જીવન ની કથા હતી એ
પાછી ચોક્કસ  મળશે  ,એવી છે આશા
મિલન થાશે મારું ,એવી રાખું અભિલાષા ..............

..ભારતી ગડા.

No comments:

Post a Comment