Sunday, 27 November 2016

गझल

ધાર્યા કરતાં વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી  થઈ ગઈ

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી  થઈ ગઈ

ઘેંટા  પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સામે રેલી  થઈ ગઈ

બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી  થઈ ગઈ

દર્પણમાં એવું શું જોયું
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ
-મિલિંદ ગઢવી

No comments:

Post a Comment