Thursday, 17 November 2016

ગઝલ

આશ જોડી વિચાર બદલે છે.
વસ્ત્ર છોડી વિચાર બદલે છે.

સ્મિત જોઈ ગરીબ ચ્હેરા પર,
મુહ મરોડી વિચાર બદલે છે.

વાયદો દૈ જનમ જનમનો ખુદ,
હૈયું તોડી વિચાર બદલે છે.

ચાંદ સૂરજ સમી હતી આભા,
વાત ખોડી વિચાર બદલે છે.

પારકી થૈ મુક્યો મને રેઢો,
દૂર દોડી વિચાર બદલે છે.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment