Tuesday, 20 December 2016

ગઝલ

આવ આજ મુજને બેકરાર જો ,
ને રુંધાતો શ્વાસ પારાવાર જો ..

પર્ણ જેમ થાય અળગુ ડાળથી ,
એ જ પીડા એ જ મનનો ભાર જો ..

જળ તો સુકાઈ ગયા છે નેત્રના ,
ફૂટી છે હવે જે  રક્તધાર જો ..

કાલ ગઈ ને આજ પણ વીતી જશે ,
સમય જ છે સાચી સારવાર જો ..

વહેંચવી ખુશી ને થવુ  ઉપયોગી
એ જ તો છે જિંદગીનો સાર જો...

-શબનમ

No comments:

Post a Comment