Saturday, 24 December 2016

2 गझल

1

ઠારનારાં દવ લગાવીને ગયાં છે ;
લૈ જનારા દખ અપાવીને ગયાં છે.

ભર બપોરે એટલી લાગી તરસ કે ;
ઝાંઝવા બેહદ રડાવીને ગયાં છે .

લૂછવા આવ્યાં હતા પાલવ લઈને ;
આંસુ એ લોકો વહાવીને ગયાં છે .

સાચવી તું રાખજે ડાબી હથેળી ;
વાત પોતાની છુપાવીને ગયાં છે .

શું ખબર દફનાવશે કે બાળશે એ ?
અબ જનાજાને ઉઠીવીને ગયાં છે .

                     -  રાણા બાવળિયા

2

રહેતી નથી વાત છાની ગઝલમાં ;
નથી વેદના એકલાની ગઝલમાં .

વગોવાય આકાશ આખુંય તો પણ ;
રહી જાય વાતું હવાની ગઝલમાં .

નમાવી શકે મોતને તું ઘડીભર ;
દવાઓ બધી આવવાની ગઝલમાં .

ન વાંચી શકો લાગણીને ભલે પણ ;
બની એ ચબરખી જવાની ગઝલમાં .

મળી ગઈ  મને ચુંદડી આ ગઝલની ;
હવે જાતને ઢાંકવાની  ગઝલમાં .

                 - રાણા બાવળિયા

No comments:

Post a Comment