Saturday, 24 December 2016

ગઝલ

યાદો તો અઢળક અંદર છે,
એ પાછી ભરચક અંદર છે !

ના ભૂલી શકવાનાં કારણ
કેવાં મનમોહક અંદર છે !

તારા વિના જીવે ક્યાંથી?
તારો એ ચાહક અંદર છે!

એ તો વાંચે આંખો સૌની,
મનનો એ વાચક અંદર છે !

તું પણ ક્યાંથી ભૂલી શકશે?
તારો  સંમોહક અંદર છે!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment