Tuesday, 7 March 2017

ગઝલ

આલિંગને કાનમાં પૂછ્યું તમે કેમ છો?
ચૂમી ભરી શાનમાં પૂછ્યું તમે કેમ છો?

જાગી ઉઠી ઝંખના, ટોળે વળી ફૂલમાં
નાજુક તૃણે પાનમાં પૂછ્યું તમે કેમ છો?

હરદમ તને ચાહુ છું સંપૂર્ણ ક્યાં પામુ છું;
છેડી ગઝલ તાનમાં પૂછ્યું તમે કેમ છો?

દુલ્હન બની ચાંદની,મેળાપમાં રાચતી,
કિશને નવા વાનમાં પૂછ્યું તમે કેમ છો?

અઘરું થયું રક્તને,દિલમાં રહી ઝંખવું
આગંતુકે ભાનમાં પૂછ્યું તમે કેમ છો?

-શગ
ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
( બસીત દ્વિખંડી છંદ)

No comments:

Post a Comment