ગઝલ. ધારો વસંત નો.
-------------------
સંબંધમાં મ્હેકી જવું,ધારો વસંત નો.
ફૂલો બની ખીલી જવું,ધારો વસંત નો.
એવું નથી ચડે નશો,કેવળ શરાબનો,
માદક,હવાથી થઇ જવું,ધારો વસંત નો.
કામણ ભરેલાં નેનમાં ,ઘોળીને રુપને,
આસવ બનાવી પી જવું,ધારો વસંત નો.
ફૂલો તણાં આ રંગને , જોઇને ગાલ પર,
પાંપણ ઉપર થીજી જવું,ધારો વસંત નો.
મોસમ ગુલાબી પ્રેમની,ઉભરે હ્રદય મહીં,
કૈં મન મુકી વરસી જવું,ધારો વસંત નો.
એ મોસમી ગઝલ બની ,રમતી હ્રદય મહીં,
દિલને 'ધમલ'સ્પર્શી જવું ,ધારો વસંત નો.
- દેવેન્દ્ર ધમલ
ધારો વસંત નો.
-------------------
સંબંધમાં મ્હેકી જવું,ધારો વસંત નો.
ફૂલો બની ખીલી જવું,ધારો વસંત નો.
એવું નથી ચડે નશો,કેવળ શરાબનો,
માદક,હવાથી થઇ જવું,ધારો વસંત નો.
કામણ ભરેલાં નેનમાં ,ઘોળીને રુપને,
આસવ બનાવી પી જવું,ધારો વસંત નો.
ફૂલો તણાં આ રંગને , જોઇને ગાલ પર,
પાંપણ ઉપર થીજી જવું,ધારો વસંત નો.
મોસમ ગુલાબી પ્રેમની,ઉભરે હ્રદય મહીં,
કૈં મન મુકી વરસી જવું,ધારો વસંત નો.
એ મોસમી ગઝલ બની ,રમતી હ્રદય મહીં,
દિલને 'ધમલ'સ્પર્શી જવું ,ધારો વસંત નો.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment