Wednesday, 1 February 2017

ગઝલ

પુણ્ય અને પાપ : શૌર્ય.
શું છે આ પુણ્ય અને શું છે આ પાપ?
અંદર જો જરા,સમજાશે આપોઆપ,
બીજાનું સાંભળીશ,તો મન નહિ માને,
પણ પોતાને જોવામાં,હોય કદી થાપ ?
જિંદગીનું સરવૈયું જોવા,માંડીને બેસજે,
કેટલાને આપ્યો છાંયડો,કેટલાને તાપ,
કાવાદાવા કર્યા હશે ઘણા,તુજ જીવનમાં
શું આમ કરવામાં,તે રાખ્યું હતું માપ?
સંબંધોની સુંગંધ,તે કેટલી વહેવડાવી,
કે પછી વાતે વાતે,તેમાં પણ કાપાકાપ?
જીવન ખરું જીવ્યો,એમ ત્યારે ગણાશે
જ્યારે મૃત્યુ પછી પણ,હોય સારી છાપ,
સારું જ કર્યું છે જો,તે હંમેશા જીવનમાં 
તો મૂકી દે માળા,શા હાટુ કરવા જાપ ?
શ્રેષ્ઠ કર્મો કરીને,તું જાજે ઉપર ધામમાં
સ્વાગત થશે,નઈ કરવું પડે માઈ બાપ
શું છે આ પુણ્ય અને શું છે આ પાપ?
અંદર જો જરા,સમજાશે આપોઆપ,
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment