પ્રણય કરનારનું દિલ ફંફોળ્યું હતું,
લાગણીઓ એ ખુબ જ રગદોળ્યું હતું.
સ્હેજ ઝાખ્યું દિલ મહી મળ્યું એટલું,
મેં જ જીવન મહી ઝેર ઘોળ્યું હતું.
ચમકદાર બસ લાગ્યા ચહેરા બધા,
કાળજામાં જાણે શું શું ઘોળ્યું હતું.
ઊંડો ઉતરી ગયો એટલો પ્રેમમાં,
એક વાર દિલને બસ ઝબોળ્યું હતું.
આ જખમને દવા તો મળે પ્રેમની?
એક ઘર એટલે સાવ ખોળ્યું હતું.
ગઝલમાં ક્યાં ગતાગમ પડે છે મને,
"જયલા" દિલમાં હતું એજ ઢોળ્યું હતું.
@@@ ""જયલા""
Jayesh Kumar
માણસોની ચાલ પર ના વાત પર,
મેં ભરોષો બસ કર્યો છે જાત પર.
મેં સહ્યા આઘાત પર આઘાત પણ,
છે બધો આધાર પ્રત્યાઘાત પર.
એક શબ્દ ક્યાં પછી બોલ્યા કદી,
વાત અટકી ગઇ બધી એ વાત પર.
જો નથી સંબંધ "જયલા" કોઇ તો,
નામ આ કોનું લખ્યું છે હાથ પર.
@@@"જયલા"@@@
No comments:
Post a Comment