વાસંતી આજ વાયે વાયરો ન્યારો
હૈયે મદમસ્ત વ્યાપે ફાગણીયો પ્યારો
કોકિલ કંઠે ગવાય સૂર અનેરો
વાસંતી આજ વાયે વાયરો ન્યારો.
કેસૂડા સંગે મહેકે ગુલમોહર સહિયારો
પોપટ મેનાના પ્રેમાલાપે ઝૂમે આંબો મજાનો
મોરલાંના ટહુકે ગુજે ઘંટનાદ સંધ્યા કેરો
વાસંતી આજ વાયે વાયરો ન્યારો.
પીયુ બીન પ્રેમિકાના મનડે વિરહ ઝૂરાપો
પંખી કલરવ સંગાથે મોકલે સંદેશો
મનમંજરી મહેંકી મિલન બીન પ્રેમ અધૂરો
વાસંતી આજ વાયે વાયરો ન્યારો.
વાસંતી આજ વાયે વાયરો ન્યારો
હૈયે મદમસ્ત વ્યાપે ફાગણીયો પ્યારો..
✍🏻પ્રીતિ ભટ્ટ.. "પ્રીત"
No comments:
Post a Comment