ચાહતા એ હશે જાણવા માંગતો ,
તે છતા પ્રશ્ન જ એ રાખવા માંગતો !
જાણું છું કે મળી પ્રેમની આ સજા ,
તે છતાં આ વિરહ માણવા માંગતો !
એ તો મૃગજળ સમા જિંદગીના રહ્યા
એક 'તી આશ જે પામવા માંગતો !
એમના ખત હદયના હતા ટૂકડા ,
આજ એ ટૂકડા બાળવા માંગતો !
જો રહે આ અધૂરી ઇરછા તોય શું ?
કાયમી યાદને સારવા માંગતો !
. . . . મેવાડા ભાનુ " શ્વેત
1,02,2017
No comments:
Post a Comment