લો આવી પહોંચી
સવારી વસંત ની ....
કેસરિયા વાઘા સજી
સજ્જ થયો કેસુડો
ડાળ ડાળ મ્હોર્યો
વધાવા વસંત ને...
લો આવી પહોંચી
સવારી વસંત ની ...
ભમરાઓ છેડે ફૂલોને
પણ ફૂલો શરમાય
ભમરાઓ ગુન ગુન
ગાજે ને ફૂલો મહેકાય ...
લો આવી પહોંચી
સવારી વસંત ની.....
કોયલ ટહુકે આંબા ડાળે
ને લૂમ ઝુમ કેરીઓ મહોરે...
લો આવી પહોંચી
સવારી વસંત ની.....
સાન ભાન ભૂલી
આજ મસ્તી એ ચડી
થઈ ઘેલી ઘેલી, પીયુ
ને પોકારે અલબેલી ...
લો આવી પહોંચી
સવારી વસંત ની.....
શ્યામા "જયશ્રી ....
No comments:
Post a Comment