Saturday, 1 July 2017

અછાંદસ

"મમ્મી પાણી આપ"
દિકરાએ માંગ્યું ને ...
લો,આવી યે ગયું
દિકરાને પાણી સાથે
એ ય ગળે ઉતર્યું
આપણે તો બંદા
હુકમ જ કરવો
આપણી સંસ્કૃતિ છે
મા,બહેન,પત્ની, દિકરી...
કાર્યેષુ મંત્રી ને ભોજનેષુ માતા
પણિયારા નો રસ્તો ખબર નથી
મારે તો દેશ ચલાવવાનો છે...

માના વ્યાસ

No comments:

Post a Comment