Saturday, 28 January 2017

અછાંદસ

લખુ છુ...

સંવેદના આવી ક્યાથી ?
સવાલ છે?
શું આ વિશ્વ આખુ લાજવાબ છે?
હાડ,માસ,લોહી લપેટી બખોલબારી
એક આંખ છે..
એક કાન છે..
શ્વાસમાં ત્રિભૂવન નાથ છે
ત્યારે સંવેદના સકળ બ્રહ્માંડ છે
મારા રોમ-રોમ કંપાવતી.. !
અનુભૂતિ એક-એકની લખાવતી..!
જીવ કરૂણા પંપાળતી..!
સહાનાભૂતીથી સહેજ ખેચાતી
વર્ણવાન ..
સંવેદનશીલ પ્રાણ મારો અને વાણી
સહજ બનતી પાણી...!
સેવાનો હાથ ધરતી,
ઉદગાર સુખ-દુ:ખનો અવતાર, જાણે વેદના-સંવેદના મળતી અને
મારા મનદર્પણમાં ચિત-ચિન્તન..
હ્ય્દયના ઘબકારે પોતીકો પ્રહાર કરતી,
સંવેદના મારી..
જન્મની ઘરતી જાણે હાલરડે હળવા શ્વાસ થઈ ..
આત્મા દર્શન વાત થઈ..
પર આમાત્માના ટૂકડે સંભાળ થઈ..
આવરણ ચડેલું ચર્મ જાણે આત્માં સકળ બ્રહ્માંડની શેષ-અવશેષ થઈ,
વિશ્વઅવતાર જીવધારી બહૂરૂપે
આકાર થઈ,
બસ સંવેદના અપરંમ પાર
મારા આત્માની ઓળખ
પરમાત્મા ..
માત્ર લખુ છુ હું
બસ સંવેદના
મારી સહાનાભૂતી હરેક
જીવાત્મા..
ઘારણ કરતો મારો દેહ
ઉદગાર..
મારો સંવેદન,શીલવાન
સ્નેહ,સંભાળ પરમાત્માં
ઉદ્દદેશ્ય હરએક જીવાત્માં
સહાનાભૂતી,અનુભૂતી મેહસુસ
કરતી મારી આત્મા
બસ દર્શન પરમાત્મા,
લખે કલમ મારી જાણે હળવો શ્વાસ-ઉચ્છવાસ જવાબદાર
સવાલો વચ્ચે મારી સંવેદના
લખુ છુ...

જાગૃતિ મારૂ મહુવા "જાગુ"
તારીખ-27-01-2017
સમય-રાત્રે-8:00

No comments:

Post a Comment