Saturday, 28 January 2017

ગઝલ

એક અછાઁદસ

સારું નરસું ન જીવનમાં હોય,
એકમેકને ગમતું  હોય.

તારું -મારું  ન રીતમાં હોય,
આપણુંને સહિયારું હોય.

પળે પળ સંગાથ હોય,
એકબીજાની રંગત હોય.

વાત વાતમાં પ્રણય હોય,
આંખમાંય એક  ચાહત હોય.

ભલે ન મળીએ જીવનભર,
પણ સ્મૃતિપટ પર કાયમ હોય.

'પરમ' કહે જીવન મારું
તારા ચરણોમાં સમપિઁત હોય!!

              - પરમ પાલનપુરી

No comments:

Post a Comment