Saturday, 1 July 2017

ગઝલ

ગાગાલગા લગાગા  ગાગાલગા લગાગા

જાણી શકે ન કોઈ આ આપણી સફરને,
બસ એટલે જ છાની રાખી અમે ખબરને.

તારું ગજું નથી તો, તે કેમ કોલ દીધા,
કે પારખી રહી છે મારી પછી સબરને?

દેખાઇ જાય કાયમ જ્યાં જ્યાં નજર પડે ત્યાં,
લાગી હશે નજર આ, શું પ્રેમની નજરને?

એ આવશે જ આજે એવી મને ખબર ક્યાં?
છે એટલે જ રાખી ખુલ્લી અમે કબરને.

બસ આવવું જવું તો છે માત્ર આ બહાનું,
રોકી નથી કદી પણ "જયલા" અમે સફરને.

No comments:

Post a Comment