તું અષાઢ અવિરત ઓળઘોળ,
હું વાદળ ચમકતી વીજ..
આવ તો ઉતરે આ ખીજ.....
બાર બાર વરસ ના વાયરા વાયા,
"મેઘા" શાને મહાલવા ની જીદ ?
આવ તો ઉતરે આ ખીજ.....
મયૂર -પંખ મન મૂકી મહાલ્યા,
મોરલી ના છિદ્ર ની બીક,
આવ તો ઉતરે આ ખીજ.....
રાધા-મીરા સંગ મન મોહ ભાયા,
નજદીક નઝરીયા ની મીટ,
આવતો ઉતરે આ ખીજ.....
"ઉષા-સંધ્યા" શા રંગો એ રોળ્યાં,
"મેઘધનુષ" માંહ્યલી આ પ્રીત,
"મેઘા" આવતો ઉતરે આ ખીજ....
----ઉષા (Dawn-પરોઢ)
No comments:
Post a Comment