Wednesday, 5 April 2017

ગઝલ

ગઝલ

ન સારુ આવે છે ન નઠારુ આવે છે
વંટોળ લઈને રોજ સ્મરણ તારુ આવે છે

કાતિલ દૂરીએ એની આશને મારી હશે!
સંગાથનુ સમણુ ય જો નોધારુ આવે છે

ગમ એ વાતનો નથી કે સૂરજ ડુબવાનો છે
અમાસી સાંજ છે મિત્રો પછી અંધારુ આવે છે

એકાંત ની એ હદ ઉપર આવી ને ઊભો જ્યાં
લઈ ને શ્વાસનો સંગાથ મરણ એકધારુ  આવે છે

ના સાથને સાંખી શક્યો ના દૂર પણ રાખી શક્યો
પરીણામ હવે એ વાતનુ ગોજારુ આવે છે

"ગોપાલ "ના હસવાનુ તને કારણ નહી સમજાય
સંઘરેલુ હતુ જે દીલમા દર્દ એ બા'રુ આવે છે

કોટક ધાર્મિક  "ગોપાલ"

No comments:

Post a Comment