Tuesday, 30 May 2017

ગઝલ


ભાવ ભીની એક તક આપો મને
શક વિનાનો એક હક આપો મને
.
કેવી આ તકદીર મારી તે લખી,
એથી તો મારી નરક આપો મને.
.
રોજ જીવું એક જેવી જિંદગી,
કોક દિ થોડો ફરક આપો મને.
.
મુજ જિગરનો ટુકડો એ લઈ ગયા,
બીજું કંઈ નહીં બસ પલક આપો મને.
.
છો પલકને ના તમે આપી શકો,
પણ કદી એની ઝલક આપો મને.
.
હું પલક ને નિશ વિણ જીવી શકું,
આ હૃદય એવું કડક આપો મને.
.
             "મિત્ર" રાઠોડ

No comments:

Post a Comment