Tuesday, 30 May 2017

કાવ્ય

પ્રેમના પ્રથમ પગથિયે પ્રણય સફર માટે ઊભો છું,
દર્દથી દૂર સ્નેહથી નજીકની સફર માટે સાથ આપો મને.

પ્રેમનો ગુલદસ્તો અનાથ કોણ મૂકી ગયું,
ફુલદાની બનવાની એક તક આપો મને.

તલવાર મ્યાનમાં સારી નથી લાગતી,
કોઈનો વધ કરવાની રજા આપો મને,

વર્ષાની હેલી બની આવ તુ મારા દ્વારે,
તારા વધામણા માટે એક ઘડી આપો મને.

તારા પ્રેમનું કોઈ મૂલ્ય નથી,
પ્રેમની અમૂલ્ય ભેંટ આપો મને,
શબ્દોની જુગલબંધીનો આ છે સમય.

શબ્દોની સમજથી જોજનો દૂર છું,
કવિ નહિ પણ શબ્દપ્રેમીની જેમ માન આપો મને,

-Jd સ્મિત

No comments:

Post a Comment