Wednesday, 5 April 2017

ગઝલ

આમ હ્રદય પર ઉપરા ઉપરી ઘા ન કર,
અથવા પછી મલમ બની લાગ્યા ન કર.

પ્રયાસો ની મઝા મને પણ લુંટવા દે,
આમ પહેલા પ્રયત્ને તું 'હા' ન કર.

પહોંચવું છે કયાં ઍ પ્રથમ વિચાર કર,
રસ્તાને જોઈને તું ચાલ્યા ન કર.

યાદ કરતાં સ્વપ્ન વધારે સ્પષ્ટ હોય,
નીંદ્રા ને આધીન થા જાગ્યા ન કર.

ચાંપ દિવાસળી ઍ ખુદ તને આપશે,
દિપક ની પાસે પ્રકાશ માંગ્યા ન કર.

- દિપક ઠાકર

No comments:

Post a Comment