જિંદાદિલીથી જિવી જાણી લે જે,
માનવીનો ધર્મ બખૂબી માણી લે જે.
રેત ઉડે આકાશે તેમ રાખ ઉડશે,
કણ કણમાં સુહાસ ભરી લે જે.
અંત: કરણનો અવાજ માયલામાં ગૂંજશે,
સાત સૂરોના સરનામાં શોધી લે જે.
લીલુંછમ ઘાસનું તણખલું આનંદ આલે,
હરિયાળી પ્રેમ ક્રાંતિનો લાલરંગ જોઈ લે જે.
ઈશ્કના દરિયામાં ડૂબીને દુનિયા જાણી લે,
સત્ય નિષ્ઠાનું કાયમ ચૂર્ણ પી લે જે.
અદ્દભુત છે,આ દુનિયાના અટપટા નિયમો,
હસ્તરેખામાં ભાગ્યના પડછાયા જોઈ લે જે.
વ્યંગ વિશ્વતો ખડખડાટ હસ્તુજ રેવાનું,
દૂરબીનમાંથી પૃથ્વીનો એરીયલવ્યુ જોઈ લે જે.
કોઈના દુઃખ દર્દમાં આંખો ભીંની થાય'તો સારું,
પ્રત્યેક વ્યક્તિમાં અલ્લાહ ઈશ્વર જોઈ લે જે.
રેડરોઝમાં ખુશ્બુ પ્રેમની નિશાની છે,
દિલના દરબારમાં લાગણીનો ચમન જોઈ લે જે.
અનૌપચારિક નેતૃત્વ કરવાનું બંધ કર,
સુદીર્ઘને મહદઅંશે માંગણી મારી જોઈ લે જે.
સહનશક્તિની હદનો આત્મ સાક્ષાત્કાર થશે,
જાનેમન હસીના ચહેરામાં ખુશીઓ જોઈ લે જે.
ધર્માધિકારીઓતો જ્ઞાનની સરિતામાં ડુબાડશે,
"અઝીઝ"ની આચમની દિલમાં લઈ લે જે.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment