ઈશ્વર સ્વયં ખ્યાત છે, સાબિત ક્યાં થાય છે,
શ્રદ્ધાની આ વાત છે, સાબિત ક્યાં થાય છે.
ધબકે હ્દય, શ્વાસ પણ, તો હોય શુ માનવી?,
માણસની આ ભાત છે, સાબિત ક્યાં થાય છે.
તોડી ગયા આપ જે, ઠોકર દઈ ને હ્દય,
અંતિમ આ ઘાત છે ,સાબિત ક્યાં થાય છે.
ચાંદો છે અંધાર પણ , છે આભમાં તારલા,
સૌથી સરસ રાત છે, સાબિત ક્યાં થાય છે.
જીવ્યો છું ને જીવતો, સાગર થઈને સદા,
કિનારે સંઘાત છે, સાબિત ક્યાં થાય છે.
હાર્દ
No comments:
Post a Comment