Tuesday, 7 March 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

હારું છું ક્યાં એકે વાતે ?
મજબૂતી માપી લે જાતે !!

સૂરજ છે તું હિંમત કરને,
આવી મળને કાળી રાતે !!

જાદૂ-ટોણા મંતર છોડો,
તૂટું છું આંખોની ઘાતે.

હું મારામાં ગૂંથાયો છું,
પડવું ક્યાં બીજી પંચાતે ?

કોના હિસ્સે હરિયાળી છે ?
ખરતા પાંદા કોના ખાતે ?

*આલાપ* મહેતા
#CM_Sarkaar

No comments:

Post a Comment