કોને ખબર
પૂર્ણ થાશે ક્યાં સફર કોને ખબર ,
આગળ થશે શું અસર કોને ખબર .
ચાંદ તારા ચમકતા પણ હોય નાં ,
એમનાં કહ્યા વગર કોને ખબર .
એમને નાં અસર થૈ મુજ શબ્દ ની ,
પત્થરો છે કે જીગર કોને ખબર .
એક પડછાયો અહીં નિશ્વાર્થ છે ,
કોણ આ કરશે કબર કોને ખબર .
આજ "ચાતક" પગ પણ ડગમગી ગયા,
ક્યાં અટકશે આ ડગર કોને ખબર .
ગફુલ રબારી " ચાતક "
No comments:
Post a Comment